Friday 9 September 2016

Diploma Engg

ડિપ્લોમામાં ૧૮ હજાર વિદ્યાર્થીને પ્રવેશ માટે રૃબરૃ બોલાવાતા રોષ

- ખાનગી કોલેજોની ખાલી પડેલી ૨૫ હજાર બેઠક માટે

- ૨૨૦૦ સરકારી બેઠક માટે ઓનલાઈન પ્રવેશ

જ્યારે ખાનગી બેઠકો માટે અમદાવાદમાં ઓફલાઈન પ્રવેશ
અમદાવાદ,ગુરૃવાર
ડિપ્લોમા ઈજનેરીમાં ખાલી પડેલી સરકારી કોલેજોની બેઠકો માટે પ્રવેશ સમિતિ દ્વારા ઓનલાઈન પ્રવેશ કરાયો છે જ્યારે ખાનગી કોલેજોની ૨૫ હજાર બેઠકો માટે ઓફલાઈન ધોરણે પ્રવેશ કરાતા વિદ્યાર્થીઓમાં વિરોધ ઉભો થયો છે.સમિતિએ ૧૮ હજાર મેરિટ સુધીના વિદ્યાર્થીઓને અમદાવાદ ખાતે રૃબરૃ પ્રવેશ માટે બોલાવ્યા છે.
સરકારની ડિપ્લોમા પ્રવેશ સમિતિએ ડિપ્લોમા ઈજનેરી પ્રવેશમાં ઉલટી પ્રક્રિયા કરી હોવાનું વિદ્યાર્થીઓનું કહેવુ છે.સરકારી કોલેજોની ૨૨૦૦ બેઠકો માટે ઓનલાઈન ચોઈસ ફિલિંગ પ્રક્રિયા સાથે ઓનલાઈન એલોટમેન્ટ કરાવ્યુ છે.જ્યારે ખાનગી કોલેજોની બેઠકો માટે પ્રવેશ સમિતિએ ઓફલાઈન પ્રવેશ કરવાનું નક્કી કર્યુ છે.જે અંતર્ગત અગાઉના જુના વિદ્યાર્થીઓની ઓનલાઈન કન્સેન્ટ અને રજિસ્ટ્રેશન બાદ ૧૫મીથી રૃબરૃ કાઉન્સેલિંગ શરૃ કરવામા આનાવર છે.
જેમાં મેરિટ પ્રમાણે અમદાવાદ ખાતેની એસીપીસીમાં વિદ્યાર્થીઓને રૃબરૃ બોલાવાયા છે અને  એવી વિદ્યાર્થીઓને સૂચના અપાઈ છે કે વિદ્યાર્થીએ ફરજીયાત એસીપીસી ખાતે આવવાનું રહેશે અને તે પણ પોતાના ખર્ચે તેમજ એડમિશન મળે તેવી કોઈ ખાત્રી નથી.મહત્વનું છે કે ડિગ્રી ઈજનેરીમાં સરકારી કોલેજોની બેઠકો માટે ઓફલાઈન પ્રવેશ કરાયો છે જ્યારે ખાનગી કોલેજોની બેઠકો માટે ઓનલાઈન કન્સેન્ટ અને રજિસ્ટ્રેશન બાદ જે તે કોલેજ ખાતે પ્રવેશ પ્રક્રિયા રખાઈ છે.


No comments:

Post a Comment