Saturday 17 September 2016

7th Pharma Vision : BITS Edu campus hosted by Babaria Institute of Pharmacy

 


Advertisement

Published on 17 Sep-2016

ફાર્માવિઝનમાં ઇનોવેટિવ ઇનસ્ટ્રુમેન્ટ્સ ડિસપ્લે કરાશે 
સ્ટુડન્ટ્સ દ્વારા દવાની રેસિપીસ તૈયાર કરાશે 
બાબરિયા ઇન્સ્ટિટ્યૂટમાં એ.બી.વી.પી. દ્વારા આયોજિત બે દિવસીય નેશનલ સેમિનાર 
નેશનલ સેમિનારમાં વિવિધ પ્રકારની ઇવેન્ટ્સ 
ઇવેન્ટ્સમાંસ્ટુડન્ટ્સ માટે ટેકનિકલ અને નોન ટેકનિકલ કોમ્પિટિશન્સ અને ઇવેન્ટ્સનું આયોજન કરાયું છે. ટેકનિકલમાં ઑરલ, પૉસ્ટર, મોડેલ પ્રેઝેન્ટેશન અને ફાર્મા રેસિપી મેકિંગની ઇવેન્ટ્સ્ યોજાશે. જ્યારે નોન ટેકનિકલમાં માર્કેટિંગની ઇવેન્ટ ડેર ટુ સેલ, પિક્શનરી, ફાર્માટૂન્સ જેવી ઇવેન્ટ્સ યોજાશે. 
સેમિનારમાં ફાર્મા રેસિપી નામની એક કૉમ્પિટિશન યોજાશે. કૉમ્પિટિશનમાં સ્ટુડન્ટ્સ દ્વારા ડ્રગ્ઝને તૈયાર કરવા જુદી જુદી રેસિપીસમાંથી લાઇવ ડેમોન્સ્ટ્રેશન દ્વારા દવાઓ તૈયાર કરવામાં આવશે. સેમિનારમાં ફાર્મા રેસિપી મેકિંગની કૉમ્પિટિશન આકર્ષણ જમાવશે. 
સિટી રિપોર્ટર @cbvadodara 

ફાર્મસીફિલ્ડમાં સ્ટડી કરતા દેશના વિવિધ રાજ્યોના 960 સ્ટુડન્ટ્સ સહિત 6 નેપાળના સ્ટુડન્ટ્સ બે દિવસ શહેરની નજીક આવેલી બાબરીયા ઇન્સ્ટિટ્યૂટમાં યોજાનાર નેશનલ સેમિનારમાં ભાગ લેશે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આયોજિત 7મી ફાર્માવિઝન કોન્ફરન્સ અને સેમિનારમાં ફાર્મસી ક્ષેત્રના સ્ટુડન્ટ્સે તૈયાર કરાયેલા ઇનૉવેશન્સ પ્રદર્શિત કરાશે. ફાર્મા સેક્ટરમાં સ્ટડી કરી રહેલા સ્ટુડન્ટ્સ માટે પ્રકારની પ્રથમ નેશનલ ઇવેન્ટ શહેરમાં યોજાઇ રહી છે. દેશના ફાર્મસી સેક્ટરને એમ્પાવર્ડ કરવાના હેતુથી સેમિનાર યોજાશે. સેમિનાર વિશે માહિતી આપવાના હેતુથી શુક્રવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના ગુજરાતના પ્રેસિડેન્ટ ડૉ.સી.એન. પટેલે જણાવ્યું હતું કે 'ફાર્મસીના ડિગ્રી ડિપ્લોમાના સ્ટુડન્ટ્સને એક્સપર્ટ્સ સાથેની ચર્ચા તેમજ ઇનૉવેશન્સને પ્રસ્તુત કરવા માટે એક પ્લેટફોર્મ આપવામાં આવે છે. ડ્રગ તૈયાર કરવાથી લઇને લેબમાં અન્ય રીતે ઉપયોગી થાય તેવા 28 જેટલા ઇનૉવેટિવ ઇનસ્ટ્રુમેન્ટ્સ સ્ટુડન્ટ્સ દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.આ ઉપરાંત ઓરલ પ્રેઝેન્ટેશન, પોસ્ટર પ્રેઝેન્ટ, મોડેલ પ્રેઝેન્ટેશન, ફાર્મા રેસીપી મેકિંગની કૉમ્પિટિશન યોજાશે.' કોન્ફરન્સમાં ફાર્મસીના માર્કેટિંગ જેવી નોન ટેકનિકલ ઇવેન્ટ્સ પણ યોજાશે. 
ANCHOR 


No comments:

Post a Comment